ગામ ખસ્તા એક જૂનો ઈતિહાસ સંઘરી બેઠૂ ગામ ખસ્તા એક જૂનો ઈતિહાસ સંઘરી બેઠૂ છે હવે હૂ જે વાત કરવા જવછૂ એ ઝાંઝમેર ગામના
હવે હૂં જે વાત કરવા જવછૂ એ અમારા ગામના બ્રાહમણ ની સત્ય ઘટના નો પ્રસંગ છે આમરા ગામના બ્રાહ્મણ ની સગાઈ અમારા ગામથી દૂર એટલે ૨૫૦કિમી દુર મહુવા તાલુકાનુ ઝાઝમેર ગામ ત્યાના ભુદેવની દિકરી સાથે વેવિશાળ કરેલુ હવે ઘટના એવી બનેછે કે બ્રાહ્મણ રોજ આજૂ બાજૂના ગામમાંથી રામરોટી ઊઘરાવે એ સમયે અમારા ગામની પાડોશમા હરીપુર તરફ જતા પાચ પીપળા આવેછે તે જગ્યાએ કોળી એ ધનની લાલચમાં ગરીબ બ્રાહ્મણ પર લાકડી ના ઘા ઝીકી હત્યા કરી નાખી ભુદેવના રામરમી ગ્યા તો આ તરફ ઝાઝમેરમા રહેતા બ્રાહ્મણ ની દીકરીને સત ચડયૂ અને ઘરના માણસો ને વાત કરેછે કે ગાડૂ જોડાવો મારે છેટૂ પડી જશે પણ કોઈ આ વાતને માનતૂ નથી તો સતીમા મોડી રાતના ઝાઝેમેર જે અમારા ગામથી અઢીસો કીમી મહુવા પાસે આવેલૂ છે ત્યાથી એક રાતમાં ખસ્તા ગામે પોહજી ગયેલા સવારે તેમના પતી ને સ્મશાન મા અગ્નિ દેણ દેવામાં આવેછે તેમની સામે સતીમા બળતી ચિતા મા ઝંપલાવી દેહ ટૂકાવે છે ॥
નોંધ
આ વાતને આશરે ૨૭૦વરસના વહાણા વહી ગયા પણ સતી માની યાદ કરાવતી ખાભી હાલ ખસ્તા ને પાદર ઊભી છે હાલ સતી માને દૂધ ચઢાવવાની માનતા ચાલે છે

0 Comments