નલનીના નીરમાં આળોટીને ઉઠેલા પવનના તોર છૂટી રહ્યા છે. કોમળ કૂંપળે રતુંબડો રંગ ધારણ કરેલી આમ્રઘટાઓ વિંઝણો ઢોળી રહી છે. સુવાસની મહેકથી મલકતા ફૂલછોડો ડોલી રહ્યા છે. વસંતનો આવો અસબાબ ઓઢીને પાટણ પોઢી રહ્યું છે.
એવે વખતે પાટણના પાદરમાં વડોદરા રાજ્યના બે ઘોડેસવાર સિપાઇઓ આવી પૂગ્યાં. ઉભી બજાર વીંધીને તોતિંગ કેલીના કડા સામે જોરાવર ભૂજાના પંજા પછાડી સાદ દીધો.
![]() |
| તસ્વીર- પ્રતિકાત્મક છે |
'બારોટજી?'
ભરનિંદરમાં પોઢેલા બહાદુરસિંહ બારોટે રંગત ઢોલીએથી પંડયની કાયા સંકોરીને પડખે પડેલી શિરોહી તલવારને બગલમાં દબાવીને ગળકબારી ઉઘાડી વેણ કાઢ્યાં:
'કોણ અહુરું?'
'અમે વડોદરાના રાજ્યના સિંપાઇઓ.'
'કેમ ભાં, અધરાત્યે?'
'બારોટજી, મહારાજનું તેડું છે. તમને પગલે તેડી લાવવાનું અમને કેણ છે.'
'રાજને મારૂં એવું તે શું કામ પડયું?'
'એની તો અમને કોઇ ખબર નથી?'
એટલું બોલીને સિપાઇઓ મૂંગા થઇ ગયા. બહાદુરસિંહ બારોટે ઘોડી માથે કાંઠુ નાંખ્યું. સામાન માંડી રાગ વાળી વડોદરાને પંથએ પડયો. વીજવીવેગે બહાદુરસિંહની જાતવાન ઘોડી અંધારા ભેદીને પોતાના માલિકને ઇશારે જાણે કે ઉડી રહી છે. ભગવાન શિવની જટાજૂટના બંધમાંથી વહેતી ગંગાની ધારા જેમ ધીરા ધીરા ડાબા દઇ રહી છે.
તે વખતે પાટણમાં પેદા થયેલા બહાદુરસિંહ બારોટના પરાક્રમમાં પડખે પૃથ્વીના પડ હાંફે, તલવારના તેજ તણખે દશેય દિશાના ગુંબજો ગાજે એવી બારોટની બોલબાલા.
વાત એમ બની હતી કે કાંકરેજ અને ચુંવાળના સીમાડા સળગી ઉઠયા હતાં.
ગાયકવાડી સત્તા સામે મેવાસીના મેદાને પડયા હતા. ધોળે દિવસે રાજની રૈયત લુંટાતી હતી. ધરતી ધમરોળાતી હતી. રાજની ફોજકાલા ફેરા ખાઇને ધોયેલ મૂળાની જેમ પાછી ફરતી હતી. રૈયતની ફરિયાદી ઉભીને ઉભી રહેતી હતી. વડોદરાનો મહારાજ સયાજીરાવ મૂઝાઇને બેઠો હતો. એમાં કોકે કોને વાત નાખી કે પાટણના બારોટને હાથમાં લ્યો. બાકી બીજા કોઇની કાંકરેજ સામે કારી નહિ પામે. સયાજીરાવે બારોટને તેડું મોકલ્યું.
પરોઢના પ્રકાશને પીતાં પાટણથી છૂટેલા ઘોડા વડોદરાના પાદરમાં પૂગ્યાં. ત્યારે લાલ મણિના કુંડણ જેવી ક્રાંતિમાન કામિનીના કપાળમાં તણાયેલા તિલક જેવી ઉષાની આભા ઉઘડી રહી હતી.
મહારાજ સયાજીરાવ આવીને કાગને ડોળે વાત જોતા બેઠા છે અને કાળજે કાંકરેલજનો ખટકો મોટો છે.
બહાદુરસિંહને કચેરીનાં પગથિયાં ચઢતાં ભાળીને સયાજીરાવે આદર દીધો.
'આવો આવો બારોટ, તમારી જ વાટ જોવાય છે.'
'હુકમ મહારાજ'
'બારોટજી! રાજની રૈયત રોળાય છે. રાજને તમારી જરૂર પડી છે.'
'મહારાજ, આ માથાના આપ માલિક છો.'
'બારોટ, બળવાખોરો રૈયતને રંજાડે છે એને ઝબ્બે કરવાનું કામ રાજ તમને સોંપે છે.'
'ભલે મહારાજ, કાંકરેજના કણા હું કાઢી નાંખીશ.'
બીજે દિવસે ફોજ લઇને ઘરરર કરતો બહાદુર બારોટ મેવાસને માથે ઊતર્યો. બુદ્ધિ અને બાવડાનાં બાળ જેના કરજામાં છે. એવા બહાદુરસંહે રાધપુરના નવાબને સાધ્યો. સાણસાવ્યૂહ ગોઠવી બળવાખોરોને ભીડવતો ગયો એમ ભાંગતો ગયો. દિ'માં તો મૈ કરી ગયા દુશ્મનોને વડોદરા રાજ્યના સીમાડા છોડાવી દીધા. કેટલાકને શરણે કર્યા. સામા થયા એનાં ભોંડા રેડવી દીધા. લૂંટાતી રીબાતી પ્રજામાં જાણે કે પ્રાણ પુરાયો, લોકવાણીએ બહાદુરસિંહ બારોટને આ રીતે બીરદાવ્યો.
'બહાદુર તું ગુજરાતની ચાદર'
મહારાજા સયાજીરાવે બહાદુરસિંહને વડોદરા રાજ્યના સલાહકાર અને સરદાર તરીકે નીમ્યા. બે ગામ ઇનામમાં આપી છત્રી- મશાલ નિશાન ડંકાથી શોભાવી જાણ્યો હતો.જેમ જેમ રાજ તરફથી ઇનામ અકરામ મળતાં ગયાં અને આવક આવતી ગઇ એમ એમણે પોતાની દિલાવરીના દરવાજા ઉઘાડા મૂકવા માંડયા. કીર્તિના કોટ - કાંગરા ચણતાં ચણતાં તેમણે આખરી સોડ તાણી ત્યારે પાટણ પોહ - પોહ આંસુએ રડયું હતું.
પાટણના પાદરમાં બહાદુરસિંહ બારોટના દેહને અગ્નિ સંસ્કાર દેવાની તૈયારીઓ થઇ રહી છે. ડાઘુઓ રૈયતના રક્ષક માટે અફસોસ કરતાં ઉભા છે. ત્યારે ચારેય પગ સંકોરતી અસવાર વગરની ઘોડીને મરૂભૂમિ તરપ આવતી જોઇ રહ્યા. ઘોડી નજીક આવી એટલે ઓળખાઇ. આ બહાદુરસિંહ બારોટની ઘોડી જેની પીઠ પર ચઢીને કંઇક ધીંગાણા ખેલાયાં હતા. કોઇએ ઘોડીની કેશવાળી ઝાલી, કોઇએ બુચકારી પણ ઘોડી મંડી માથાં પછાડવા, પોતાનાં માથા પાછટી પાછટીને તેણે પ્રાણ કાઢી નાંખ્યા.
નોંધઃ આ બહાદુર બારોટે પાટણને પાંચ વખત ભોજનથી તૃપ્ત કર્યું હતું. તેમણે પોતાને આંગણે અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. વિષ્ણુ યાગ નામનો મહાયજ્ઞા પણ કર્યો હતો.
પાણીની સગવડ માટે પાંચ આરાની વાવ ગણાવી હતી. જેની ઉદ્ઘાટન વિધિ ૧૮૬૮નાં આસો સુદ ૧૦ને ગુરુવારના દિવસે આનંદરાવ મહારાજના હસ્તે ખુલ્લી મુકાયાની આજે તખ્તી જોવા મળે છે.
મંદિરોને ફૂલ ચઢાવવા માટે ૬૦ વીઘાના બગીચા દાનમાં દીધા હતા.
ઘોડીની સમાધિ પણ પાટણમાં મોજુદ છે.

પાણીની સગવડ માટે પાંચ આરાની વાવ ગણાવી હતી. જેની ઉદ્ઘાટન વિધિ ૧૮૬૮નાં આસો સુદ ૧૦ને ગુરુવારના દિવસે આનંદરાવ મહારાજના હસ્તે ખુલ્લી મુકાયાની આજે તખ્તી જોવા મળે છે. મંદિરોને ફૂલ ચઢાવવા માટે ૬૦ વીઘાના બગીચા દાનમાં દીધા હતા.
ઘોડીની સમાધિ પણ પાટણમાં મોજુદ છે.
ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ

0 Comments