આજે વાત કરવી છે મારા ગામની. મારુ ગામનું નામ રતનપુરા છે. ચરોતર વિસ્તારમાં આવેલા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલું ગામ રતનપુરા માંડ 4,000 ની વસ્તી ધરાવતું આ ગામ નો ઇતિહાસ ખૂબ જૂનો છે.
આ ગામની સ્થાપના આશરે ૬૦૦ વર્ષ પહેલા રતનસિંહ સોલંકી નામના વ્યક્તિ દ્વારા રત્નેશ્વર મહાદેવની સ્થાપના કરી કરવામાં આવી હતી. રત્નેશ્વર મહાદેવ અને રતનસિંહ ના નામ પરથી આ ગામનું નામ રતનપુરા પડ્યું હતું.
આ ગામની મુખ્ય વસ્તી ક્ષત્રિય પાટીદાર છે અને થોડા ઘણા બ્રાહ્મણો અને અન્ય કોમના લોકો પણ છે. આ ગામમાં જોવા જેવા સ્થળોમાં રત્નેશ્વર મહાદેવ મહાકાલી માતાનું મંદિર ભાથીજીનું મંદિર મેલડી માતાનું મંદિર બળીયાદેવ નું મંદિર અને ખોડીયાર માતાનું મંદિર છે.
આ ગામમાંથી ઘણા લોકોએ ભારતની આઝાદી ની ચળવળમાં પણ ભાગ લીધો હતો અને પેકેજીંગ અને પત્રિકા જેવા કામો કર્યા હતા. આ ગામના લોકો મુખ્ય ખેતી અને પશુપાલન વ્યવસાય કરે છે. ખેતીમાં તેઓ તમાકુ બાજરી ઘઉં અને ડાંગરની ખેતી કરે છે થોડા સમૃદ્ધ ખેડૂતો કેળાની ખેતી પણ કરે છે. ગામ થી ઉમરેઠ તરફ જવાના રસ્તા પર એક પાળીયા દેવ નું મંદિર આવેલું છે. ગામ લોકોના જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ લૂંટારોના હાથે કામ આવી ગયો હતો તેનો પાળિયો અહીં સ્થાપવામાં આવ્યો હતો. ગામમાં એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા આવેલી છે.
ઈસવીસન 1752 માં ગામમાં ગ્રામ પંચાયતની સ્થાપના કરવામાં આવી હતી જે ગામમાં સાફ-સફાઈ નું ધ્યાન રાખે છે.
ઇસ 1905 માં ઓડ ગામના વતની ભીખાભાઈ જીવાભાઇ પટેલે પોતાની બા હરખાબા જે રતનપુરા ના પટેલ માધવદાસ કાળીદાસ ના પુત્રી હતા તેમની યાદમાં ગામમાં એક થી સાત ધોરણની પ્રાથમિક શાળા ને મકાન બનાવી આપ્યું હતું. ગામમાં એક સાર્વજનિક પુસ્તકાલય પણ છે જે ગામ લોકોએ ફાળો ઉઘરાવીને બનાવ્યું હતું.
ગામમાં વિઠ્ઠલદાસ મહારાજ કરીને એક મહાન સંત પણ થઈ ગયા જેમને અનેક પરચા ની વાતો લોકજીભે હજુ પણ થાય છે. માત્ર આણંદ અને ખેડામાંથી જ નહીં ભરૂચ સુરત અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પણ ભક્તો વિઠ્ઠલદાસ મહારાજના મંદિરે દર ગુરુ પુનમે આવીને કંઠી બંધાવે છે. અને અવનવાર મંદિરે દર્શન કરવા પણ આવે છે.
0 Comments