શાલિગ્રામ અને તેનું મહત્વ


શાલીગ્રામ શું છે :-
શાલિગ્રામ હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુજી ના પ્રતિષ્ઠિત પ્રતીક તરીકે અને સ્વરૂપે માનવામા આવે છે. શાલિગ્રામો મોટે ભાગે કાળા રંગના પત્થરોવાળા, નિશાનવાળા હોય છે, અને હવે લુપ્ત થયેલા સમુદ્રમાં વસતા એમોનાઇટ્સના અવશેષો છે. મોટાભાગે નાના અથવા મધ્યમ કદના અઘરા, કેટલાક અવશેષો ૨ મીટર સુધીના વ્યાસ સાથે મોટા હોય છે. શાલિગ્રામ સામાન્ય રીતે નદીના તળમા થી મળે છે ખાસ કરી ને નેપાળમાં કાલીગંડકી નદી મા અને એના કાંઠેથી બીજા હિમાલયના ધવલાગીરી અને અન્નપૂર્ણા પર્વતમાળા પાસે નીકળતી નદી અને એના કાંઠા ના વિસ્તારમાંથી એકત્રિત કરવામાં આવે છે. એક અન્ય મત પ્રમાણે દામોદર કુંડ ના ચોક્કસ સ્થાનને મળેલ શાલિગ્રામને શાલીગ્રામ શીલા કહે છે. સૌથી વધુ લોકપ્રિય શાલીગ્રામો હિમાલય અને નેપાળ ના છે. શાલીગ્રામ સામાન્ય રીતે ડેવોનિયન-ક્રેટીસીયસ સમયગાળાના ગોળાકાર, કાળા રંગના એમોનોઇડ અવશેષોના રૂપમાં હોય છે જે પૃથ્વી પર ૪૦૦ થી ૬૬ લાખ વર્ષો પહેલા થી અસ્તિત્વમાં છે. પ્રથમ માનવ વિકાસ થયો તે પહેલાંના. અને એમ‌ પણ કેહવાય છે શાલિગ્રામ પથ્થરો ૧૦૦ લાખ વર્ષ જૂના છે, જ્યારે હિમાલય સમુદ્ર મા હતો ત્યાર નુ તેમનું અસ્તિત્વ છે.



ધાર્મિક દ્રષ્ટિએ :-
પૂજામાં શાલીગ્રામનો ઉપયોગ પછીના કાર્યો દ્વારા આદિ શંકરાચાર્ય સમય સુધી શોધી શકાય છે. વિશેષરૂપે, તૈતીયારી ઉપનિષદ ના ૧.૬.૧ શ્લોક પરના તેમના ભાષ્ય અને બ્રહ્મ સૂત્રો ના ૧.૩.૧૪ ના શ્લોક અંગેની તેમની ટિપ્પણી સૂચવે છે કે વિષ્ણુજી ની ઉપાસનામાં શાલિગ્રામનો ઉપયોગ સારી રીતે કરવામાં આવ્યો છે હિંદુ પુજા પદ્ધતી મા. શાલીગ્રામ ને વહન કરવું સરળ અને હીંદુ ધર્મની કેટલીક પરંપરાઓમાં લોકપ્રિય માનવામાં આવે છે.

શાલીગ્રામ ના પ્રકાર :-
શાલીગ્રામ જેમાં પ્રાકૃતિક રીતે ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મના ગુણ હોય છે, તે કેશવ તરીકે પૂજાય છે. ચાર પ્રતીકોના ક્રમમાં ફેરફાર સાથે, શાલિગ્રામ પથ્થરનું નામ પણ અલગ છે અને આવા દેવી-દેવતાઓની છબીઓમાં પણ ચાર પ્રતીકોની સમાન ગોઠવણી છે. સ્કંદપુરાણમાં ૨૪ પ્રકારના શાલિગ્રામો નો ઉલ્લેખ જોવા મળે છે જેમા વિવિધ ક્રમ અને નામ ચોવીસ ગણના માટે આપવામાં આવે છે. આ જાણીતા નામો છે, જે વિવિધ નામો છે, જેના દ્વારા ભગવાન વિષ્ણુ તમામ દેવી દેવતા ઓના મંદિરો માં ઓળખાય છે. શાલિગ્રામા શીલા અથવા પત્થરોના વિવિધ સંસ્કરણો, ચાર પ્રતીકોનો ક્રમ મા આ પ્રકારે  છે.
૧) કેશવ :- શંખ, ચક્ર, ગદા અને પદ્મ.
૨) નારાયણ :- પદ્મ, ગદા, ચક્ર અને શંખ.
૩) માધવ:- ચક્ર, શંખ, પદ્મ અને ગદા.
૪) ગોવિંદ :- ગદા, પદ્મ, શંખ અને ચક્ર.
૫) વિષ્ણુ :- પદ્મ, શંખ, ચક્ર અને ગદા.
૬) મધુસુદન :- શંખ, પદ્મ, ગદા અને ચક્ર
૭) ત્રિવીક્રમ :- ગદા, ચક્ર, શંખ અને પદ્મ.
૮) વામન :- ચક્ર, ગદા, પદ્મ અને શંખ.
૯) શ્રીધર :- ચક્ર, ગદા, શંખ અને પદ્મ.
૧૦) હ્રીષિકેશ :- ચક્ર, પદ્મા, શંખ અને ગદા.
૧૧) પદ્મનાભ :- પદ્મ, ચક્ર, ગદા અને શંખ.
૧૨) દોમોદર :- શંખ, ગદા, ચક્ર અને પદ્મા
૧૩) સનકરષ્ના :- શંખ, પદ્મ, ચક્ર અને ગદા.
૧૪) વાસુદેવ :- શંખ, ચક્ર, પદ્મ અને ગદા.
૧૫) પ્રદ્યુમ્ન :- શંખ, ગદા, પદ્મ અને ચક્ર.
૧૬) અનિરુદ્ધ :- ગદા, શંખ, પદ્મ અને ચક્ર.
૧૭) પુરુષોત્તમ :- પદ્મ, શંખ, ગદા અને ચક્ર.
૧૮) અડોક્ષજા :- ગદા, શંખ, ચક્ર અને પદ્મ.
૧૯) નરસિંમ્હા :- પદ્મ, ગદા, શંખ અને ચક્ર.
૨૦) અછુતા :- પદ્મ, ચક્ર, શંખ અને ગદા
૨૧) જનાર્દન :- ચક્ર, શંખ, ગદા અને પદ્મ.
૨૨) ઉપેન્દ્ર :- ગદા, ચક્ર, પદ્મ અને શંખ.
૨૩) હરી :- પદ્મ, ચક્ર, ગદા અને શંખ.
૨૪) કૃષ્ણા :- ગદા, પદ્મ, ચક્ર અને શંખ.

મંદીરો મા જોવા મળતા શાલિગ્રામ શીલા :-
૧) ઉત્તરાખંડ ના બદ્રીનાથ માં આવેલ ચારધામ મા ગણાતા બદ્રીનાથ મંદિર માં સ્થીત ભગવાન બદ્રીનાથ ની મુર્તી શાલીગ્રામ માંથી બનેલ છે. 

૨) ઉત્તર પ્રદેશ ના વૃંદાવન માં આવેલ લોઈ બજારના ક્ષેત્રમાં  સવામણ શાલીગ્રામ મંદિર મા બે શાલીગ્રામ ની પૂજા કરવામાં આવે છે, એક સવા મણ અથવા ૪૮ કિલો વજન ધરાવતું છે અને બીજું એક માણસનું વજન હોય અથવા ૩૮.૪ કિ.ગ્રા ધરાવતુ છે. આ શાલિગ્રામ શિલાઓ મા વજનવાળા સવામનને લક્ષ્મીનારાયણ તરીકે નામ આપવામાં આવ્યું છે અને બીજા ણેક મણના વજનવાળા ને શ્રી લક્ષ્મી નરસિંહ નામ‌ આપવામાં આવ્યું છે.

૩) ઉત્તર પ્રદેશ ના પ્રયાગરાજ માં આવેલ વેની માધવ મંદીર મા માધવજી ની મુર્તી શાલીગ્રામ શિલા થીજ બનેલ છે.

૪) બીહાર ના‌ ચંપારણ જિલ્લામ માં આવેલ બગહા‌ ગામ મા સ્થિત પકીબાવલી મંદિરના ગર્ભગૃહમાં એક અલૌકિક શાલીગ્રામ સ્થાપિત કરેલ છે જે ૨૦૦ વર્ષ જૂનો છે, જે દર વરસે વધતો જાય છે.

૫) ભુવનેશ્વર ના ઓરિસ્સા મા આવેલ પુરી ખાતે જગન્નાથ મંદિરમાં સૌથી મોટો અને ભારે શાલીગ્રામ જોવા મળી શકે છે.

૬) તેલંગના ના હૈદરાબાદ માં આવેલ બંજારા હિલ્સ પર સ્થિત શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર મા એક અનન્ય શાલીગ્રામ શિલા રાખેલ છે, તે આ વિશ્વમાં જાહેર મોટા શાલીગ્રામો માંથી એક છે, જેનુ નામ જલા ગરભા નારાયણ શાલીગ્રામ શિલા છે

૭) કર્નાટક ના બેંગલોર ના કોલાર જિલ્લાના મુલબાગલ માં આવેલ કુરુદુમલે ગણેશ મંદિર મા ગણેશજીની મોટી મૂર્તિ શાલીગ્રામ થીજ બનાવા મા આવી છે.

૮) કર્નાટક ના બેંગલોર ના રામોહલ્લી મા આવેલ શ્રીનિવાસ શાલિગ્રામ મંદિર મા ભગવાન શ્રીનિવાસના મૂર્તિની ની સ્થાપના એમના ચરણોની નીચે રાખેલ ૫૦૦૦ પવિત્ર અને શક્તિશાળી સાલિગ્રામો પર કરવામાં આવેલ છે.

૯) કર્નાટક ના ઉડુપી ના શાલીગ્રામા મા આવેલ ગુરુ નરસિમ્હા મંદિર મા સ્થિત ભગવાન નરસિમ્હા ની મૂર્તિ શાલીગ્રામ થી બનેલ છે, આ મૂર્તિની સ્થાપના મહર્ષિ નારદ એ કરેળ છે
જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણના ના સહ્યાદ્રી ખંડમાં જોવા મળે છે.

૧૦) કેરલ ના તિરુવનંતપુરમ મા આવેલ પદ્મનાભસ્વામી મંદિર મા અનંત શયનમ મુદ્રામાં ભગવાન વિષ્ણુની પ્રતિમા જોવા મળે છે જે ગંડકી નદીના શાલિગ્રામમાંથી બનાવવામાં આવેલ છે.

૧૧) ગુજરાત ના ગીર સોમનાથ જિલ્લા મા ગીરમાં આવેલ તુલસી શ્યામ મંદિર મા સ્થીત ભગવાન શ્યામ ની મૂર્તિ સાથે અનન્ય શાલીગ્રામ ના પણ દર્શન થાય છે.

૧૨) નેપાળ ના મસ્તાગ જિલ્લા ના શોરગલા પર્વતમાળા પર આવેલ મુક્તિનાથ ધામમાં ભગવાન વિષ્ણુજી શાલીગ્રામ શીલામાં નિવાસ કરે છે, આ સ્થાન ગંદકી નદી પાસેજ છે.

૧૩) નેપાળ ના પર્બત જિલ્લા ના મોદીબેની મા આવેલ નૃસિંહ મંદિર મા હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવતા ૪૯ જેટલા શાલિગ્રામો રાખેલ છે જે ૪૦૦ વર્ષ પુરાતન છે જેનુ વજન
૧ થી ૫ કિલો ધરાવતા છે.

૧૪) સ્કોટલેન્ડ દેશ માં આવેલ મુખ્ય ઇસ્કોન મંદિર, જેને ''કરુણા ભવન'' કહેવામાં આવે છે, તે ભારત દેશ ની બહાર સૌથી વધુ સંખ્યામાં શાલીગ્રામ શીલાસના રહેઠાણ માટે પ્રખ્યાત છે.

જય હરી 💐🙏
મંથન ઓઝા ✍️

Post a Comment

0 Comments