આપણાં બધાના મનમાં પ્રશ્ન થાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના દેહ ત્યાગ પછી સુદર્શન ચક્રનું શું થયું એ ક્યાં ગયું ?
આજે આપણે આ વિષય ઉપર વિસ્તારથી વાત કરીશું. સૌથી પહેલા સુદર્શન ચક્રની સંપૂર્ણ માહિતી જાણીશું. અને પછી જાણશું કે શ્રી કૃષ્ણ દેહ ત્યાગ પછી સુદર્શન ચક્ર ક્યાં ગયું?
આપણે જાણીએ છીએ કે મહાભારત યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ બધા નિર્ણયો ફક્ત ધર્મ અને ન્યાયની તરફેણમાં લીધાં પછી ભલે કર્ણથી કવચ અને કુંડળ લેવાની યોજના હોય કે દુર્યોધનને તેની માતા ગાંધારીની સામે નગ્ન ન થવા દેવાનું નિર્ણય હોય.
મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી પરંતુ ઇતિહાસના સૌથી શક્તિશાળી શસ્ત્રોમાંના એક સુદર્શન ચક્ર એમના પાસે હોવા છતાં પણ તેમણે એક વાર પણ મહાભારત યુદ્ધમાં સુદર્શન ચક્રનો પ્રયોગ ન કર્યો કારણ કે તેઓ જાણતા હતા કે જો સુદર્શન ચક્રનો ઉપયોગ કરવામાં આવે તો વિરોધીનો વિનાશ એક ક્ષણમાં થઈ જશે. જેની ઉપર પણ સુદર્શન ચક્ર છોડવામાં આવ્યું હતું તેનો અંત કર્યા પછી જ સુદર્શન ચક્ર પાછુ ફર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ બંને પક્ષોને સમાન તકો આપવા માંગતા હતા. સુદર્શન ચક્ર ભગવાનના મનના વિચાર ઉપર ચાલતું હતું અને દુશ્મન પર પ્રહાર કરતું હતું.
સુદર્શન ચક્ર કોણે બનાવ્યું તે વિશે પુરાણોમાં વિવિધ મંતવ્યો છે.
ભગવાન વિષ્ણુની તર્જની આંગળી પર સુદર્શન ચક્ર દેખાય છે. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી ઘણા રાક્ષસોનો વધ કર્યો. સુદર્શન ચક્રની વિશેષતા એ હતી કે તે પવનવેગે અગ્નિને બાળીને શત્રુને ભસ્મ કરતો હતો. તેનું નામમાત્ર દુશ્મન સૈન્યમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર પહેર્યું હતું.
સુદર્શન ચક્રની રચના ખૂબ જટિલ છે. કેટલીક માન્યતાઓ અનુસાર તેનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા કરાયું હતું. કેટલીક પૌરાણિક માન્યતાઓ અનુસાર, સુદર્શન ચક્ર મહાદેવ શિવ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેમણે ભગવાન વિષ્ણુને આપ્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણને ભગવાન પરશુરામ પાસેથી સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું અને ભગવાન શ્રીકૃષ્ણ પછી વિષ્ણુનો અવતાર ન હોવાથી, પ્રશ્ન થાય છે કે શ્રીકૃષ્ણ પછી સુદર્શન ચક્રનું શું થયું, તે કોની પાસે ગયું ? જાણો શ્રી કૃષ્ણ દેહ ત્યાગ પછી સુદર્શન ચક્ર ક્યાં ગયું ?
આ પ્રશ્નના જવાબમાં, ભાવિષ્ય પુરાણમાં એક ઉલ્લેખ જોવા મળે છે, જે મુજબ ભગવાન શ્રીકૃષ્ણના દેહ ત્યાગ પછી સુદર્શન ચક્ર તે જ સ્થાને પૃથ્વીમાં સમાઈ ગયું અને જ્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર તરીકે આ જગતમાં પાછા ફરશે તો સુદર્શન ચક્ર ધારણ કરશે.
ઋગ્વેદમાં ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું તાર્કિક વર્ણન આપવામાં આવ્યું છે, જે મુજબ સુદર્શન ચક્ર કોઈ શારીરિક શસ્ત્ર નહીં પણ સમયનું એક ચક્ર છે અને તે એટલું શક્તિશાળી છે કે તે સમયને પણ બાંધી શકે છે. આના કેટલાક ઉદાહરણો પણ નોંધનીય છે, જેમ કે મહાભારતમાં અર્જુને સૂર્યાસ્ત પહેલાં જયદ્રથને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી પરંતુ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી કે સમય પૂરો થઈ રહ્યો છે અને અર્જુનની આ પ્રતિજ્ઞા તૂટી શકે છે તો સુદર્શન ચક્રથી ભગવાને સૂર્યને ઢાંકી દિધો હતો. મહાભારતનાં સમયે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ વિરાટ સ્વરૂપના અર્જુનને દર્શન આપ્યાં ત્યારે સુદર્શનચક્રની સહાયથી તેમણે સમય બંધ કર્યો અને તે જ અંતરાલમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો અર્થાત ભગવાને સુદર્શન ચક્રની મદદ થી તે સમયે સમયને બાંધી દીધો હતો. એવું કહેવામાં આવે છે કે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુની કુંડલિની શક્તિ છે.

0 Comments