"રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી સુખમાં રહે શરીર"

આપડે બધા એ આ વાત તો વૃધો પાસેથી સાંભળી હશે પણ તમે શું જાણો છો કે આ વાત પાછળનું વિજ્ઞાન શું છે? આપડે રાતે સુઈએ છે, ત્યારે આપડા શરીદમાં ઘણી ક્રિયાઓ થાય છે આયુર્વેદમાં જણવ્યા મુજબ રાત્રીના ૧૧ થી ૩ સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે જયારે શરીર લીવરની મદદથી, વિષરહિત થવાની પ્રક્રિયામાંથી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાયે છે, પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રામાં, પોચો પછી જ શરૂ થાયે છે.

તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પોહચો પછી જ આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીરને, પુરા ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીર ને ૩ કલાક જ મળે..!! જો, ૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીરને 2 કલાક જ મળે. અને જો,..2 વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીર ને ૧ જ કલાક મળે. જ્યાં ૪ કલાક ની તાતી જરૂર હોય ત્યાં ઓછા કલાક મળવા થી વિષ મુક્તિ નું કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે. અને શરીર વિષયુક્ત રોગો નું ઘર થતું જાયે. થોડું વિચારી જુવો જયારે પણ તમે મોડી રાત સુધી જાગ્યા હોવ ત્યારે ગમે તેટલા કલાક ઊંઘો તમને પોતાની કાયા બીજે દિવસે થાકેલી જ લાગશે. શરીરને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપીને, શરીરની બીજી અનેક ક્રિયાઓમાં તમે અજાણતાંજ અવરોધ ઉત્પન્ન કરો છો. 



બ્રહ્મા મુરત એટલે સવારે ૩ થી ૫ ના સમયમાં લોહીનું સંચરણ ફેફસાં તરફ થતું હોય છે. જે અત્યંત જરૂરી ક્રિયાનું સ્થાન છે તે વખતે તમે મન અને તનને સ્વચ્છ કરી, ધ્યાન જેવી સુક્ષ્મા પ્રકિર્યા માં જાતને પરોવી જોઈએ જેથી બ્રહ્માંડીય ઉર્જા જે તે સમયએ વિપુલ માત્રામાં સહજ ઉપલબ્ધ હોય તે તમને પ્રાપ્ત થાય, તે પછી ખુલ્લી હવામાં, વ્યાયામ કરવો જોઈએ. હવામાં આ સમયે લાભપ્રદ આયનની માત્રા ખૂબજ વધારે હોય છે. ૫ થી ૭ શુદ્ધ થયેલા રક્તનો સંચાર તમારા મોટા આંતરડા તરફ હોય છે. જે પાછલો મળ કાઢવાની પ્રક્રિયામાં સક્રિય ભાગલે છે અને શરીરને આખા દિવસ દરમિયાન લેવાતા પોષક તત્વો ગ્રહણ કરવા માટે તૈયાર કરે છે.

પછી સૂર્યોદયના સમયએ 7- 9 શુદ્ધ રક્ત સ્વચ્છ શરીરના પેટ અને આમાશય તરફ વહે છે. આ સમય છે જયારે પૌષ્ટિક નાસ્તો એટલે શિરામણ આરોગવો જોઈએ. તમારા દિવસનો તે સહુથી જરૂરી આહાર છે. સવારે પૌષ્ટિક નાસ્તોના કરતા લોકોને ભવિષ્યમાં ઘણી બધી આરોગ્ય-લક્ષી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ કુદરત એ તમારા શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ છે. એને અનુસરવા થી ચિતા સુધી ચાલતા જઈ શકાય. હવે તમે પૂછશો કે કયારેક કોઈ કાર્ય મોડી રાત સુધી કરવું પડે તો શું કરવાનું? હું તો વિનંતી કરીશ કે કેમ જલદી સૂઈ ને વહેલા ઉઠી ને ના કરી શકાય? બસ તમારા મોડી રાત ના કાર્યો ને વહેલા ઉઠી નેકરવાની આદત પાડો સમય તો સરખોજ મળશે. પણ સાથે સાથે સ્વસ્થ શરીર પ્રાપ્ત થશે.