દિવડા પ્રજવલ્લિત થયાને પીળો પ્રકાશ, દીવાનખાનાને અજવાળવા લાગ્યો, દિવાનખાના અંદર મીઠી મશ્કરી કરતાં સૌ એકબીજાનાં મોં સામે વકાસી રહ્યાં હ મનોમન વિચારવા લાગ્યા કે, એવું તે શું કહી નાખ્યું કે, કુતાણા ગામના વીછિયા ભાઈઓનાં મોં પરથી નૂર ઊડી ગયું!
જેતપુર દરબાર એભલવાળો અને કુતાણા ગામના કાઠી ભીખાભાઈ અને સુખાભાઈ બેઠા છે. એકબીજા વચ્ચે મીઠી બોલીના લબરકા લેવાય છે. તેમ દરબાર એભલવાળાને સાંભરી આવ્યું હોય તેમ બોલ્યા:
‘ભણ્યું ભીખાભાઈ! એમને તો લગ્ન માણવાનું મન થયું છે, તમે કે દી જાન જોડવાના છો!?’
અને હાંઉ, બેઉ ભાઈઓના ચહેરા પરથી નૂર ઊડી ગયું. પણ સુખાભાઈ ચાલાક તે, વાતને મધના કોગળાની જેમ ગળી જઇને, હસતાં મોએ જવાબ વાળ્યો: ‘સમય આવ્યે થઇ રે’શે બાપુ!’
સમય પાણીના રેલાની જેમ વહ્યો જાય છે. આ વાતને માંડ થોડાંક દિવસો થયા હશે ત્યાં ફરી વખત દરબાર એભલવાળાએ વાતને ઉચ્ચારી: ‘હેં ભીખાભાઈ! હું લગ્નની વાત કરું છું ને તમે બેય વાતને કેમ ગળી જાવ છો!? નક્કી વાતમાં કાં’ક ભેદ છે!’
બેઉ ભાઈઓમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. મૂંગા મોએ એકબીજા સામું જોતાં રહ્યાં,
હવે બનાવ એવો બન્યો હતો કે..,
કુતાણાના કાઠી ભગવાન વીંછિયાનો દેહ પથારીમાં પડ્યો હતો, લાંબા લાંબા શ્વાસ ઘૂંટાઈ રહ્યા હતા. આંખો ઘડીક બંધ થાયને પછી ઉઘડે છે પણ પંડ્ય માંથી પ્રાણ વછૂટતો નહોતો, કળશી કુટુંબ માથે સંકટ તોળાઈ રહ્યું હતું.
કાઠી કંઈક કહેવા માગે છે પણ કહી શકતા નહોતા.
બાપુ કહેવા મન કરે પણ શબ્દ નિકળતા ના હતા.
બાપુની મૂંઝવણ સુખાભાઈ પામી ગયા હતા તેથી તેમણે કહ્યું:
' બાપુ..! કાંઇ ભલામણ કરવાની હોય તો ક્યો…'
બુઝાતો દીવડો બમણાં તેજે પ્રકાશે એમ કાઠી ભગવાન વીંછિયાનું મોં પ્રકાશી ઊઠ્યું હતું. મોં પર ઓજસ્વી આભા ફરી વળી હતી. ભીડાઈ ગયેલી હડપચી હલબલી, મોં પહોળું થયું ને તેમાંથી તૂટક તૂટક શબ્દો પ્રગટવા લાગ્યા અને કહ્યુ કે....
હેં..!! ' બેઉ ભાઈઓએ પિતાજીના મોં પાસે જઇ કાન માંડ્યા
' ભાઈ..!! તે દી જેતપુરથી જાન આવીતી …'
' બેનને કરિયાવર કરવા બગસરાના વેપારી પાંહેથી રૂપિયા બે હજાર લીધા તાં…'
સુખાભાઈ અને ભીખાભાઈ બેઉ ભાઈઓએ એકબીજા સામે જોયું અને વાત સ્વીકારી લેવાની મૂક સંમતિ આપી હતી.
' તે ચૂકવવાના બાકી છે, તે મારો જીવ અકળાય છે…’
' બેઉ ભાઈ કહે: ઇં અમે ચૂકવી દેશું બાપુ.., ચિંતા નો કરો !! બેઉ ભાઈ એક સાથે બોલ્યા !!
' કાઠી કહે: એમ નઈ મને વેણ આપો.. બાપુએ ભારપૂર્વક કહ્યું.
‘બાપુ ! અમારું વચન છે કે.., બગસરા વેપારીના રૂપિયા જ્યા સુધી ચુકતે નહિ થાય ત્યાં લગી અમે લગ્ન નહિ કરીએ !’
બબબ..બાપના…બોલે…!!
' અમારા પર ભરોસો રાખો ને જીવની સદગતિ કરો..
થોડીવારમાં જ કાઠી ભગવાન વીંછિયાનો પ્રાણ તેના ખોળિયાને છોડી પરભવના પંથે હાલી નીકળ્યો હતો. હવે આ દેણું ચુકતે ન થાય ત્યાં સુધી લગ્નનો વિચાર પણ ક્યાંથી કરાઈ ?
આ બાજુ દરબાર એભલવાળાએ જાણે રીતસરનો હઠાગ્રહ કર્યો શું ભેદ છે તે કહો ?
' ભીખાભાઈએ કહ્યું: ભા !! વાત તો કરું પણ…
' પણ શું !! બોલો ભીખાભાઈ... હું તમારો સગો ખરો કે નહિં ?
' દરબાર ભાર દઈને બોલ્યા.
ન છૂટકે ભીખાભાઈએ બાપુની અંતિમવેળાની હકીકત કહી સંભાળવી અને પછી માથે ઉમેર્યું ને કહ્યું: લ્યો ભા !! આમ છે બીના ?
દરબારે સહેજ ત્રાંસી અને રમતિયાળ આંખે બેઉ ભાઈઓ સામે જોયું અને કહ્યું: તમારા સગાં છીએ તે તમારાં દેણા પણ અમારે ચૂકવવાના ?
હળવું હસીને પછી કામદારને સાદ કર્યો: " કામદાર "
કામદાર ઉતાવળા પગલે દીવાનખંડમાં આવ્યા રામ રામ કહીને પૂછ્યું:
' બાપુ !! મને યાદ કર્યો ?
" કામદાર સાંભળો " ! તમે રૂપિયા દસ હજાર લઈને આ ભાઈઓ સાથે બગસરા જાવ અને ત્યાનાં વેપારીનું દેણું ચુકતે કરી આવો.
ભલે બાપુ !!
અને કમદાર સાંભળો., થોડીક ઉતાવળ રાખજો હજુ આપણે કામના પાર નથી. આ બેય ભાઇ ઓનાં સગપણ કરવા જાન જોડવી છે. આ કાંઈ ઓછા કામ છે ?
ત્રણેય એકબીજા સામે જોઈ મર્માળુ હસવા લાગ્યા, આમ દિલાવર એભલવાળાએ બંને ભઈના સગપણ પણ કરાવ્યા અને જાન જોડી..!!
- આભાર
0 Comments